રોજ ૧૦ મીનટ આ ૩ આસન કરવાથી બચી સકે છે હોસ્પિટલ ના ખર્ચા.

0
33

આ યોગાસન કરવાથી ડૉક્ટર પાસે જવાનો વારો ક્યારેય નહીં આવે

આજકાલ રોગો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, એવામાં શરીરને રોગો સામે બચાવવા માટે રોજિંદા જીવનમાં યોગને સામેલ કરવું શ્રેષ્ઠ ઉપાય છે.

આજે અમે તમને એવા 3 આસનો વિશે જણાવીશું, જેને કરવાથી આખા શરીરને ફાયદા મળે છે અને રોગો પણ દૂર રહે છે. આ યોગ લોહીના વિકાર, વાળની સમસ્યા, મગજની તકલીફ, ફેફસાના રોગ, હૃદય સંબંધી સમસ્યાઓમાં કારગર થશે.

ક્યારે કરવા જોઈએ યોગાસન

આસનોના અભ્યાસક્રમનો સર્વોત્તમ સમય સવારનો છે. વહેલી સવારે સૂર્યોદય પહેલાં વાતાવરણમાં શાંતિ તથા તાજગી હોય છે. બીજો અનુકૂળ સમય સાંજનો છે. એ વખતે પણ વાતાવરણ અનુકૂળ હોય છે.

આસન કરતી વખતે શરીર ઉપર બળજબરી કરવી નહીં. મોટા ભાગના આસનો પેટ સાફ થયા પછી કરવાના હોય છે.

આ ત્રણ આસન નિયમિત કરવાથી ક્યારેય હોસ્પિટલના ખોટા ખર્ચા કરવાનો વારો નહીં આવે. તો જાણી લ્યો આ ખાસ આસનો…

શલભાસન

આ આસન કરવા માટે સૌપ્રથમ પગ લાંબા કરી ભેગા રાખી પેટ ઉપર ઊંધા સૂઈ જાવ.

ભુજંગાસનની માફક છાતીની સીધાણમાં શરીરની નજીક બંને હથેળીઓને જમીન પર લગાવો.

પગના અંગૂઠા ખેંચેલા રાખો.

નાક જમીન પર ટેકવવું, હવે જમણો પગ ધીમેધીમે ઊંચો કરો.

ઢીંચણમાંથી પગ વળે નહીં.

જમીન સાથેનો ડાબો પગ કે કમરનો કોઈ ભાગ ઊંચો ન થાય, તેની કાળજી રાખો.

સ્થિર રાખી ધીમે ધીમે પગ નીચે ઉતારી દો.

જમણા પગની માફક હવે ડાબો પગ તે જ રીતે ઊંચો કરી, ઘડીક સ્થિર રાખો અને પછી મૂળ સ્થિતિમાં મૂકી દો.

આમ બંને પગ વારાફરતી ઊંચા કરી પાછા મૂળ સ્થિતિમાં મૂકી દેવા.

ફાયદા

કબજિયાત મટે છે.

પેટના અવયવો અને લીવર અને યકૃતની સુધરે છે, ફેફસાં મજબૂત બને છે, હૃદયના સ્નાયુઓ મજબૂત બને છે તેમજ જમ્યા પછી થતા પેટના દુખાવાને મટાડે છે.

શીર્ષાસન

સૌપ્રથમ શીર્ષાસન કરવા માટે સૌથી પહેલા સમતળ જમીન ઉપર કામળો વગેરે પાથરી વજ્રાસનની અવસ્થામાં બેસી જાઓ.

હવે આગળ તરફ ઝૂકી બંને બંને હાથની કોણીઓને જમીન ઉપર ટેકવો.

બંને હાથની આંગળીઓને એકબીજા સાથે જોડી લો.

હવે માથાને બંને હથેળીની વચ્ચે ધીરે-ધીરે રાખો.

શ્વાસ સામાન્ય રાખો.

માથાને જમીન ઉપર ટેકવ્યા પછી ધીરે-ધીરે શરીરનું પૂરું વજન માથા ઉપર છોડીને શરીરને ઊપર ઊઠાવો.

શરીરનો ભાર માથા ઉપર લઈ લો.

શરીર સીધુ કરી લો.

આ અવસ્થામાં શીર્ષાસન કહેવામાં આવે છે.

આ આસન માથાના બળે કરવામાં આવે છે એટલે તેને શીર્ષાસન કહેવામાં આવે છે.

પંદરથી ત્રીસ સેકંડ સુધી આ સ્થિતિમાં રહો.

ફાયદા

શીર્ષાસન કરનારનું મુખ તેજસ્વી બને છે.

લોહીના વિકારોથી થતા રોગો મટે છે.

શરીરના અવયવોમાંથી અશુદ્ધ લોહી દૂર થાય છે.

ધોળા વાળ કાળા થાય છે.

વૃદ્ધાવસ્થાને લીધે મોં પર પડતી કરચલીઓ ઘટે છે.

સ્મરણ શક્તિ વધે છે.

બુદ્ધિ તીક્ષ્ણ થાય છે.

આંખ, કાન, નાક, ગળા વગેરેના સામાન્ય દોષો દુર થાય છે.

શીર્ષાસન આંખની દૃષ્ટિ સુધારે છે.

શરૂઆતના ચશ્માનાં નંબર પણ એનાથી ઉતરી જાય છે.

શીર્ષાસન માનવો માટે અમૃત સમાન છે.

પદ્માસન

આ આસન માટે સૌપ્રથમ પગને સીધા લંબાવી બંને પગ ભેગાં રાખી બેસો.

પછી જમણા પગને ઢીંચણથી વાળી, ડાબા હાથથી જમણા પગનો પંજો પકડી એને ડાબી જાંઘ પર એવી રીતે મૂકો કે પગની એડી પેઢુના ડાબી બાજુના સ્નાયુઓને બરાબર અડે કે દબાવે.

એવી જ રીતે ડાબા પગને મૂકો. પછી નાભિથી નીચે બંને એડીઓ ઉપર અનુક્રમે ડાબા અને જમણા હાથના પંજાને ચત્તા મૂકો.

પદ્માસનમાં સ્થિતિ થાય ત્યારે ઢીંચણ જમીનને અડકેલા હોવા જોઈએ. સાથે સાથે શીર્ષ, કરોડરજ્જુ અને કમરનો ભાગ ટટ્ટાર હોવો જોઈએ.

ફાયદા

અક્કડ થયેલા ઢીંચણો આરોગ્યવાન બને છે.

હૃદય માટે ફાયદાકારી સાબિત થાય છે.

દ્માસનથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.

ભૂખ ઉઘડે છે, પાચનશક્તિ વધે છે, વાત-પિત્ત-કફ આદિ દોષોનું શમન થાય છે.

આળસ દૂર થાય છે.

બહેનોના ગર્ભાશયના રોગો આ આસનથી મટે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ViralIndiaNews ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here