જાણો રસ મલાઈ ઘરે જ બનાવવાની સરળ રીત

0
37

રસ મલાઈ

દરેક વ્યક્તિએ ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, તેમજ પીઝા, બર્ગર, વગેરે જેવી અલગ અલગ વાનગીઓ તો ખાધી જ હોય પણ જો વાત કરીયે મીઠાઈની તો એની તો વાત જ કંઈક અલગ છે.

અને એમાં પણ જો કોઈની સૌથી મનભાવક મીઠાઈ હોય તો એમાં બંગાળી મીઠાઈનો સમાવેશ થાય છે.

કેમ કે એનો સ્વાદ જ એકદમ મજેદાર અને અલગ હોય છે અને એ મીઠાઈ ઘણી જ ટેસ્ટફૂલ હોય છે એટલે એ બધાને ગમે પણ છે.

તો આજે આ લેખમાં આપણે એવી જ એક સ્વીટ બંગાળી રેસીપી વિષે જાણીશું.

સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ – ½ લીટર (રસ ગુલ્લા (છૈના) બનાવવા માટે)
  • ફૂલ ક્રીમ દૂધ – 1 લીટર (દૂધ ને જાડું કરવા માટે)
  • ખાંડ – 1 કપ (225 ગ્રામ)
  • ખાંડ નું બૂરું – ¼ કપ (40-50 ગ્રામ)
  • લીંબુ – 1 મોટું અને રસ વાળું
  • કેસર – 15-20 તાર
  • નાની એલચી – 4-5
  • પિસ્તા – 7-8

રસ મલાઈ તૈયાર કરવાની પદ્ધતિ

પહેલા બે અલગ-અલગ વાસણ લેવાના છે અને એક વાસણમાં દૂધ ને જાડું કરવા રાખવાનું છે અને બીજું વાસણ ગુલ્લા (છૈના) બનાવવા માટે લેવાનું છે.

ગુલ્લા બનાવવા માટે સૌથી પહેલા લીંબુનો રસ કાઢી લેવાનો છે અને એમાં એટલું જ પાણી નાખવાનું જેટલો રસ હતો.

દૂધમાં જેવો ઊભરો આવી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે.

પછી એ દૂધ ને થોડું ઠંડુ થવા પાડવા દો, એટલે કે 3 થી 4 મિનિટ થાય

એટલે એમાં થોડો-થોડો લીંબુનો રસ ઉમેરતા જાઓ અને ચમચા વડે દૂધને હલાવી લો.

જયારે દૂધ પૂરી રીતે ફાટી જાય એટલે કે દૂધમાં ગુલ્લા અને પાણી બંને અલગ દેખાવા માંડે તો પછી લીંબુનો રસ નાખવાનો નથી.

હવે એ ગુલ્લાને એક કપડાંમાં લઈ લો અને એમાંથી પાણી કાઢી લેવાનું છે.

અને એના પર બીજું થોડું ઠંડુ પાણી નાખો અને એને સરખી રીતે ધોઈ લો જેથી એમાંથી લીંબુનો સ્વાદ આવે નહિ.

હવે કપડાંને ચારે બાજુથી પકડીને હાથથી દબાવીને એમાં રહેલું વધારાનું પાણી પણ નીકાળી લો.

તો હવે રસ ગુલ્લા બનાવવા માટે દૂધનો માવો તૈયાર થઇ ગયો છે.

હવે બીજા દૂધને એક વાસણમાં જાડું કરી લેવાનું છે.

ખીર માટે મુકેલા દૂધમાં ઊભરો આવી જાય એટલે ગેસને ધીમો રાખો. પછી એને જાડું થવા દેવાનું છે.

પણ એને તમારે થોડી- થોડી વારે દૂધ ને હલાવતા રહેવાનું છે. કે જેથી કરીને દૂધ વાસણમાં નીચે બેસી જાય નહિ.

હવે એલચીનો પાઉડર તૈયાર કરી લો, અને પિસ્તાને પણ ઝીણા –ઝીણા સમારીને તૈયાર રાખો.

પછી દૂધ જયારે જાડું થઈ જાય એટલે એમાં ઇલચીનો પાઉડર અને કેસરના તાર તથા ખાંડનું બૂરું નાખી સરખી રીતે મિક્સ કરી લો.

છૈના (દૂધ ના માવા) ના ગુલ્લા બનાવો

આપણે જે સૌથી પહેલા દૂધનો માવો તૈયાર કર્યો હતો એ માવાને કોઈ એક થાળીમાં લઇ લો.

અને પછી એ માવાને 5 થી 6 મિનિટ માટે એકદમ મસળી લો, તમે એને જેટલું મસળશો એટલો જ એ માવો ચીકણો બનશે માટે એ માવાને ખૂબ જ મસળવાનો છે.

હવે એ માવામાંથી થોડું-થોડું મિશ્રણ લઈને એમાંથી નાના- નાના ગુલ્લા બનાવી લો.

અને એક પ્લેટમાં રાખો. આટલા દૂધના માવાથી તમે આશરે 60 થી 65 જેટલા ગુલ્લા બનાવી શકશો.

હવે એક કુકર લેવાનું છે અને એમાં ખાંડ નાખો, સાથે અઢી કપ પાણી પણ ઉમેરો.

અને પછી ગેસ ઉપર ચાસણી બનાવી લો. જયારે ખાંડને પાણીમાં સરખી રીતે ઓગળી ના જાય ત્યાં સુધી એ પાણીને ઉકળવા દો અને સરખી રીતે ચડાવો.

જયારે આ ખાંડની ચાસણી ઉકળવા માંડે એટલે દૂધના માવામાંથી આપણે જે ગુલ્લા બનાવ્યા હતા એને એ કૂકરમાં નાખી દો, અને કુકરને બંધ કરીને કુકરમાં એક સિટી વાગવા દો.

પછી ગેસને ધીમો કરીને 10 થી 12 મિનિટ માટે ધીમા ગેસે ચડવા દેવાનું છે અને પછી ગેસ બંધ કરી દેવાનો છે.

જ્યારે કુકરમાં પ્રેશર બંધ થઈ જાય એટલે કુકરમાંથી દૂધના માવામાંથી બનાવેલા ગુલ્લાને કાઢી લેવાના છે.

અને એને સરસ ઠંડા થવા દેવાના છે અને જ્યારે દૂધના માવાના ગુલ્લા ઠંડા થઈ જાય એટલે એને તૈયાર કરેલ જાડા દૂધમાં ઉમેરી દો અને ધીમા ગેસે 5 થી 6 મિનિટ માટે ચડવા દેવાનું છે.

તો હવે તમારા માટે રસ મલાઈ બનીને તૈયાર થઇ ગઈ છે.

હવે એને એક વાસણમાં કાઢી લેવાની છે અને એને પિસ્તાથી ડેકોરેટ કરી લો.

આ રસ મલાઈને તમારે 2 થી 3 કલાક માટે ફ્રીઝમાં ઠંડુ પાડવા રાખી દેવાની છે.

અને 2 કલાક થઇ જાય પછી તમે રસ મલાઈને ફ્રીઝમાંથી કાઢીને ઠંડી-ઠંડી બધાને પીરસસો એટલે ખુબ જ મજા આવશે.

આ વાનગી એકદમ ટેસ્ટી અને સ્વીટ મીઠાઈ છે.

આ વાનગી પ્રસંગમાં કે પાર્ટીમાં અથવા વ્રત તહેવારમાં અથવા તો ઘરે આવેલા મહેમાનોને પણ બનાવીને ખવડાવી શકો છો.

તો હવે તમે પણ ઘરે જ બનાવો આ સ્વીટ બંગાળી મીઠાઈ અને પોતાના ઘરે અને પરિવારજનો સાથે માંડીને એની મજા માણો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “apde to gujju” ને..

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર.

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here