મહામૃત્યુંજય મંત્ર : અકાળ મૃત્યુ થી મળે છે મુક્તિ, દૂર થાય છે જીવલેણ રોગ, જાણો જાપ વિધિ

0
54

માર્કન્ડેય ને અમર રહેવા નું વરદાન આપવા માં આવ્યું જેના પછી યમરાજ ને ત્યાંથી પાછું યમલોક જવું પડ્યું

શાસ્ત્ર ના પ્રમાણે ભગવાન શિવ ત્રિદેવ કહેવા માં આવે છે.

શિવજી ની કલ્પના એક એવા દેવ ના રૂપ માં કરવા માં આવે છે પછી ક્યારેક સંહારક તો ક્યારેક પાલક છે.

ભગવાન શિવ ને સંહાર ના દેવતા પણ કહેવા માં આવે છે.

આવી રીતે ભગવાન શિવના કુલ 12 નામ પ્રખ્યાત છે.

શિવ ભગવાન પોતાના અનોખા રૂપ થી અલગ પણ દેખાય છે.

સ્ત્રી થી લઈ ને પુરુષ બધા એમની ભક્તિ માં લીન રહે છે. જો જોવા માં આવે તો ભગવાન શિવ નું રૂપ સૌથી અલગ છે.

ભગવાન નું સૌમ્ય આકૃતિ અને રુદ્ર રૂપ બંને પ્રખ્યાત છે.

ભોલેનાથ ની પૂજા જો સાચા દિલ થી કરવા માં આવે તો એ પોતાના બધા ભક્તો ની વાત સાંભળે છે.

આજ ના આ પોસ્ટ માં અમે તમને ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે મહામૃત્યુંજય મંત્ર ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

આ મંત્ર ના જાપ થી તમે અકાળ મૃત્યુ થી મુક્તિ નો વરદાન પ્રાપ્ત કરી શકો છો અને ભક્તો ને અસાધ્ય રોગ થી મુક્તિ મળી જાય છે.

મહામૃત્યુંજય મંત્ર

ૐ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ |

ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુમોક્ષીય મામૃતાત ||

કઈ સમસ્યા માં આ મંત્ર નો કેટલી વાર કરો જાપ

જો તમે ભય થી છુટકારો મેળવવા માંગો છો તો આ મંત્ર ને 1100 વાર જાપ કરો.

રોગ થી મુક્તિ મેળવવા માટે મહામૃત્યુંજય મંત્ર નો જાપ 11000 વાર કરો.

પુત્ર ની પ્રાપ્તિ, ઉન્નતી, અકાળ મૃત્યુ થી બચવા માટે આ મંત્ર નો જાપ સવા લાખ વાર કરો.

યાદ રાખો કે આ મંત્ર ના જાપ નો ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તમે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ ની સાથે શિવ ની સાધના કરશો.

એને પૂર્ણ શ્રદ્ધા ની સાથે કરવા પર જ ફળ ની પ્રાપ્તિ ની પ્રબળ સંભાવના રહે છે.

મહામૃત્યુંજય મંત્ર ની ઉત્પત્તિ ની કથા

પૌરાણિક માન્યતાઓ ની માનીએ તો ઋષિ મૃકંડુ અને એની પત્ની મરુજ્ઞતી ને પુત્ર ની પ્રાપ્તિ માટે ભોલેનાથ ની કઠોર તપસ્યા કરી.

એમની તપસ્યા થી ખુશ થઈ ને ભગવાન શિવ એમને દર્શન આપ્યા. દર્શન આપ્યા પછી ભગવાન શિવ ની સામે મનોકામના પૂર્તિ ના બે વિકલ્પ મૂક્યા.

પહેલું – અલ્પઆયુ બુદ્ધિમાન પુત્ર અને બીજો – દીર્ધાયુ મંદબુદ્ધિ પુત્ર.

આના ઉપર મૃકણડે એ અલ્પાયુ બુદ્ધિમાન પુત્ર ની ઈચ્છા મૂકી જેના પરિણામ સ્વરૂપે એમને પુત્ર ની પ્રાપ્તિ છે જેનું નામ એમણે માર્કંડેય રાખ્યો.

પરંતુ માર્કન્ડેય જીવનકાળ માત્ર 16 વર્ષ નું હતું.

જ્યારે માર્કન્ડેય ને આના વિશે ખબર પડી તો એમણે ભગવાન શિવ ની તપસ્યા કરી. એ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ ની સાથે મહાદેવ ની પૂજા-અર્ચના માં લાગી ગયા.

16 વર્ષ ના થયા પછી જ્યારે યમરાજ માર્કંડેય ના પ્રાણ ફરવા માટે આવ્યા ત્યારે એ ત્યાંથી ભાગી ને કાશી પહોંચી ગયા.

યમરાજે પણ એમનો પીછો ન છોડ્યો.

માર્કંડેય ભાગતા ભાગતા કાશી થી દૂર કૈથી નામ ના ગામ માં એક મંદિર માં શિવલિંગ થી લિપટાઇ ગયા.

અને ભગવાન શિવ નું આહવાહન કરવા લાગ્યા.

માર્કંડેય ની પુકાર સાંભળી મહાદેવ પ્રગટ થયા અને ભગવાન શિવ ના ત્રીજા નેત્ર થી મહામૃત્યુંજય મંત્ર ની ઉત્પત્તિ થઈ.

આના થી ભગવાન શિવ એ માર્કંડેય ને અમર રહેવા નું વરદાન આપી દીધો.

જેના પછી થી યમરાજ ને ત્યાંથી પાછું યમલોક જવું પડ્યું.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “apde to gujju” ને..

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર.

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here